KING JAMES BIBLEશોધો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

માર્ક 14

બધા · માર્કશોધો

1હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું; અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા.

2તેઓએ કહ્યું કે, ‘પર્વમાં નહિ કેમ કે રખેને ત્યાં લોકોમાં હુલ્લડ થાય.’” બેથાનિયામાં ઈસુને અત્તર ચોળ્યું

3જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું.

4પણ કેટલાક પોતાના મનમાં રોષે ભરાઈને કહેવા લાગ્યા કે, ‘અત્તરનો બગાડ શા માટે કર્યો?

5કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત. અને એ પૈસા ગરીબોને અપાત.’” તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી.

6પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે.

7કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જયારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી.

8જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે; દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે.

9વળી હું તમને નિશ્ચે કહું છું કે, આખી દુનિયામાં, જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે સેવા કરી છે તે તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.’” ઈસુને પકડાવી દેવાની યહૂદાની સંમતિ

10બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ સારુ કે તે ઈસુને ધરપકડ કરીને તેઓના હાથમાં સોંપશે.

11તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુની ધરપકડ કરવાની તક શોધતો રહ્યો. ઈસુ પોતાના શિષ્યો સાથે પાસ્ખાનું ભોજન લે છે

12બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે, જયારે લોકો પાસ્ખાનું બલિદાન કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે, ‘તમે પાસ્ખા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?’”

13ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે, ‘શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જજો.

14અને જે ઘરમાં તે જાય તેના માલિકને પૂછજો કે, “ઉપદેશક કહે છે કે, મારી ઊતરવાની ઓરડી ક્યાં છે કે, જેમાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?”

15તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’”

16શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યુ.

17સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા.

18અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને ધરપકડ કરશે.’”

19તેઓ દુ:ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, ‘શું તે હું છું?’”

20તેમણે તેઓને કહ્યું કે, ‘બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે જ તે છે.

21કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે, તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.’” પ્રભુભોજનની સ્થાપના

22તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માગીને ભાંગી અને તેઓને આપી; અને કહ્યું કે, ‘લો, આ મારું શરીર છે.’”

23પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો; અને બધાએ તેમાંથી પીધું.

24ઈસુએ તેઓને કહ્યું કે, નવા કરારનું આ મારું રક્ત છે, જે ઘણાંને માટે વહેડાવવામાં આવ્યું છે.

25હું તમને નિશ્ચે કહું છું કે, જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી.’”

26તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા. પિતરના નકારની ઈસુએ કરેલી આગાહી

27ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે સઘળા મારાથી દૂર થઈ જશો, કેમ કે એવું લખેલું છે કે, હું પાળકને મારીશ અને ઘેટાં વિખેરાઈ જશે.

28પરંતુ મારા પાછા ઊઠ્યાં પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.’”

29પણ પિતરે ઈસુને કહ્યું કે, ‘જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.’”

30ઈસુ તેને કહે છે, કે ‘હું તને નિશ્ચે કહું છું કે, આજે રાત્રે જ મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.’”

31પણ તેણે વધારે હિંમતથી કહ્યું કે, ‘મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ કરું’. બીજા બધાએ પણ એમ જ કહ્યું. ગેથસેમાનેમાં ઈસુ પ્રાર્થના કરે છે

32તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.’”

33ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.

34ઈસુ તેઓને કહે છે, ‘મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.’”

35તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે, શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય.’”

36તેમણે કહ્યું કે, ‘અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”

37ઈસુ પાછા આવે છે, અને તેઓને ઊંઘતા જુએ છે અને પિતરને કહે છે, ‘સિમોન શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી?

38જાગતા રહો અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.’”

39ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી.

40ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા; તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી; અને તેમને શો જવાબ દેવો, એ તેઓને સમજાતું ન હતું.

41ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે, ‘શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું. તે ઘડી આવી ચૂકી છે, જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે.

42ઊઠો, આપણે જઈએ; જુઓ, જે મને પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે.’” ઈસુની ધરપકડ

43તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણાં લોકો તલવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા.

44હવે ઈસુને ધરપકડ કરનારાઓએ તેઓને એવી નિશાની આપી હતી કે, ‘જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈથી લઈ જજો.’”

45ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, ‘ગુરુજી.’” અને તે તેમને ચૂમ્યો.

46ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા.

47પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો.

48ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેમ ચોરને પકડે તેમ તમે તલવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું?

49હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે આમ થાય છે.

50બધા ઈસુને મૂકીને નાસી ગયા.

51એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો; અને તેઓએ તેને પકડ્યો;

52પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો. ન્યાયસભા આગળ ઈસુ

53તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા.

54પિતર ઘણે દૂરથી તેમની પાછળ ચાલ્યો અને છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો; અને ચોકીદારોની સાથે બેસીને અંગારાની તાપણીમાં તે તાપતો હતો.

55હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ.

56કેમ કે ઘણાંઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.

57કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું કે,

58અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ‘હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ.’”

59આ વાતમાં પણ તેઓ સહમત ન હતા.

60પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે, ‘શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?’”

61પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, ‘શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?’”

62ઈસુએ કહ્યું કે, ‘હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશના વાદળાં પર આવતા જોશો.

63પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્રો ફાડીને કહ્યું કે, ‘હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે?

64તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે?’ બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યાં.

65કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા કે, ‘તું પ્રબોધક છે તો કહી બતાવ કે કોણે તને માર્યો? અને ચોકીદારોએ તેમને તમાચા મારીને તેમને સકંજામાં લીધા. પિતર ઈસુનો નકાર કરે છે

66હવે પિતર નીચે આંગણમાં હતો ત્યારે પ્રમુખ યાજકની એક સેવિકા આવી.

67અને પિતરને તાપતો જોઈને તે કહે છે કે, ‘તું પણ નાસરેથના ઈસુની સાથે હતો.’”

68પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘તું શું કહે છે, તે હું જાણતો નથી તેમ જ સમજતો પણ નથી.’” તે બહાર પરસાળમાં ગયો અને મરઘો બોલ્યો.

69તે સેવિકા તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે, ‘એ તેઓમાંનો છે.’”

70પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડીવાર પછી ત્યાં ઊભેલાઓએ પિતરને કહ્યું કે, ‘ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.’”

71પણ પિતર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, ‘જે માણસ વિષે તમે કહો છો, તેને હું ઓળખતો નથી.’”

72તરત મરઘો બીજી વાર બોલ્યો; અને ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવ્યું; અને તે પર મન પર લાવીને તે ખૂબ રડ્યો.

Sources and attribution