KING JAMES BIBLEશોધો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 122

બધા · ગી.શા.શોધો

1જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.

2હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.

3યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.

4ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.

5કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.

6યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.

7તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.

8મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”

9આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.

Sources and attribution