KING JAMES BIBLEશોધો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 127

બધા · ગી.શા.શોધો

1જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.

2તમારું વહેલું ઊઠવું, અને મોડું સૂવું, અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે.

3જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.

4યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.

5જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.

Sources and attribution