KING JAMES BIBLEશોધો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 129

બધા · ગી.શા.શોધો

1ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”

2“મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.

3મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.

4યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે .”

5સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.

6તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,

7જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.

8તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”

Sources and attribution