KING JAMES BIBLEશોધો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 87

બધા · ગી.શા.શોધો

1નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.

2યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.

3હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહ

4હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. આનો જન્મ ત્યાં થયો હતો.

5વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”

6યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” સેલાહ

7વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”

Sources and attribution